Thursday, October 11, 2012

શક્ય છે કે અહીં તમે પણ હો!

ઐતિહાસિક અવશેષોની શોધમાં નીકળેલું પુરાતત્વવિદોનું એક જુથ મુંઝવણમાં ઘેરાયેલું હતું. એમની પાસે એ શોધ માટેનો નક્શો તો હતો પરંતુ એ અનેક ટુકડાઓમાં વિભાજીત થઈ ગયો હતો અને એ સ્થળ ક્યાં હશે એ કળવું અતિશય મૂશ્કેલ બની ચૂક્યું હતું. આ જુથની ખ્યાતિ એટલી વિશેષ હતી કે તેઓ જે ગામમાં જતાં ત્યાંનાં લોકો એમનો ખૂબ જ આદર-સત્કાર કરતા અને તેમને દરેક પ્રકારે સહાય કરવા તૈયાર થઈ જતાં. આ જ રીતે પોતાનાં પ્રવાસ દરમિયાન એક ગામમાં તેમને રાત રોકાવાનું થયું. વાળું કર્યા બાદ યજમાન અને મહેમાનો વાતો કરતા બેઠા હતા અને દરમિયાન નક્શાની ચર્ચા છેડાઈ. યજમાનનાં યુવાન પુત્રે એમને એ નકશાનાં ટુકડાં દેખાડવા માટે વિનંતી કરી. સંશોધકોએ વિચાર્યું કે લાંબા સમયનાં અનેક ધુરંધરોનાં અથાગ પ્રયત્નો છતાં આ નક્શાને જોડી શકાયો નથી તો આ લબરમુછીયો છોકરો શું કરી શકશે! પરંતુ યજમાનનું માન જાળવવાં એમણે એ હોંશીલા યુવાનના હાથમાં એ ટુકડાં પકડાવ્યાં. બધાનાં આશ્ચર્યની વચ્ચે થોડી જ વારમાં એ યુવાન જોડાયેલા નક્શા સાથે એ તમામની સામે હાજર થયો. જુથનાં નેતાએ એ યુવાનને આ અશક્ય લાગતું કામ કઈ રીતે શક્ય કરી બતાવ્યું એ વિશે પૃચ્છા કરી. એ યુવાને ખૂબ જ ભોળાભાવે કહ્યું કે એ પોતે આ નક્શા વિશે કશુ જાણતો ન હતો. એણે તો માત્ર નક્શાની પાછળની બાજુએ રહેલાં એક ચહેરાને જોડવાની કોશીષ કરી અને એમાં એ સફળ થયો. એ ચહેરો યોગ્ય રીતે ગોઠવાઈ એની પાછળના ભાગમાં રહેલો નક્શો પણ આપોઆપ પોતાનાં સ્થાન પર ગોઠવાઈ ગયો!

આ વાત, તમારી સામે રહેલી પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો એ બાબત પર ધ્યાન આપવાની પ્રેરણા આપે છે. દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. આપણી આસપાસનાં લોકો અને સંજોગો પણ એવા જ કંઈક હોય છે. એને મૂલવવાની આપણી દ્રષ્ટિ કેવી છે એનાં પર આગળની પરિસ્થિતિ કેવો આકાર લેશે એનો આધાર રહેલો છે. 

મા-બાપનાં એકમાત્ર પુત્ર, કેવલનાં લગ્ન ખૂબ જ ધામધૂમ સાથે થયાં હતાં. ઘરમાં આવેલી નવવધૂ કૃપાએ પણ અનેક અરમાનો સાથે નવજીવનની શરુઆત કરી હતી. કેવલનાં પિતા સરકારી અધિકારી તરિકે નિવૃત થયા હતાં અને કેવલ પણ એક મલ્ટી નેશનલ કંપનીમાં સારા પદ પર કામ કરતો હતો. ઘરમાં કોઈ ચિજની ખામી ન હતી. આદર્શ કહી શકાય એવા આ કુટુંબ પર આફતનાં ઓછાયા ત્યારે વરતાવા માંડ્યા જ્યારે એમનાં ઘરમાં કૃપાનાં પિયર પક્ષની દખલઅંદાજી વધી ગઈ. એમની ચઢામણીનેક કારણે કૃપાનાં વર્તનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. કેવલ પોતનાં કામમાં વ્યસ્ત અને તેનાં પિતા અતિશય ધાર્મિક મનોવૃતિવાળા અને ખૂબ જ ભોળો સ્વભાવ ધરાવતાં વ્યક્તિ હોવાને લીધે એને અવગણ્યા કરતાં. પરંતુ હદ ત્યારે થઈ જ્યારે કૃપાનાં પિયરપક્ષનાં દૂરનાં સગાઓ આવીને કેવલનાં માતા-પિતાને કોઈ કારણસર ન બોલવાનાં વેણ બોલી ગયા. કૃપાનાં પિતા પણ એ સમયે ત્યાં હાજર હતાં તેઓ કશુ બોલી નહોતા રહ્યા. કેવલે એમને વચ્ચે બોલવા કહ્યું અને એમનાં સંબંધીઓને સમજાવવા કહ્યં પરંતુ તેઓ જાણે કોઈ ખાસ વિચાર સાથે જ આવ્યા હતા. એમણે કેવલનાં માતા-પિતાને કહ્યું કે, તેઓ બન્ને કૃપા અને કેવલને અલગ રહેવા દે. એમ થશે તો તેઓ શાંતિપૂર્વક જીવન વિતાવી શકશે. પોતાનાં ઊછેર વખતે કેવલનાં મા-બાપે વેઠેલા દુખ અને પરિશ્રમનો કેવલ સાક્ષી હતો. પોતાના સસરાની આ વાત એનાથી એ સહન ન થઈ અને એમને આગળ બોલતાં અટકાવ્યા અને સારા પણ સ્પષ્ટ શબ્દોમાં વધુ દખલ ન દેવા સમજાવી દીધું. પરંતુ હવે કૃપાનું વર્તન બદલાઈ રહ્યું હતું. વૃદ્ધ સાસુ-સસરાનું છાને ખૂણે કઈ રીતે અપમાન કરવું અને તેમને દુખ લાગે તેવું વર્તન કરવું એ જાણે નિત્યક્રમ બની ગયો હતો. એક હદ પછી સાસુએ બોલવાનું  શરુ કરી દીધું. ઘરમાં વધી રહેલા તણાવને લીધે કૃપા અને કેવલની વચ્ચેનાં અંગત સંબંધો પર અસર થઈ. કેવલ પોતાનું લગ્નજીવન બચાવવા માટેનાં શક્ય તમામ પ્રયાસો કરી ચૂક્યો છે. કૃપા ચોખ્ખા શબ્દોમાં જણાવતી ન હતી પરંતુ એનાં વર્તન પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે એને માત્ર કેવલ જોઈએ છે, એના મા-બાપ નહીં. કોઈ એક ખોટા પગલાને લીધે ભવિષ્ય કેવું બની શકે છે એ વિશે વિચારી શકતો કેવલ કોઈને છોડવા તૈયાર નથી. અને ઘરને એક તાંતણે બાંધી રાખવાનાં બધા જ પ્રયત્નો કરી રહ્યો છે. મા-બાપ અને કૃપા બન્ને સમજે છે કે અહીં કેવલની પરિસ્થિતિ ’સુડી વચ્ચે સોપારી’ જેવી થઈ ગઈ છે. પરંતુ એનો ઊકેલ કોઈની પાસે નથી. શિક્ષિત અને સમજદાર કેવલ પોતાનું અંગતજીવન બહાર પડે એ પણ ઈચ્છતો ન હતો અને મનમાં ઘૂંટાયા કરતો. 

અંતે કોઈ ઊપાય ન સૂઝ્યા બાદ એની એ વેદના એનાં એક અંગત મિત્ર કેવીન સમક્ષ ઠાલવવા પ્રયત્ન કર્યો. કેવલ એને પોતાનો આદર્શ ગણતો. કેવીન સમજુ પણ પૂર્વગ્રહથી પીડિત હતો. જુના કેસ પરથી આપવામાં આવતાં કોર્ટના ચૂકાદાઓની જેમ અન્ય કોઈનાં જીવનમાં ઘટેલી ઘટનાને આધારે એણે કેવલ પર જ દોષનો ટોપલો ઢોળી દીધો. કેવલ ઘણી અસમંજસ બાદ પોતાનાં મિત્ર કેવીન પાસે એ વાતની રજૂઆત કરી શક્યો હતો અને હવે જેની પાસેથી ઊકેલ નહી તો કંઈ નહી પણ આશ્વાસનનાં બે શબ્દોની ઈચ્છા રાખતા કેવલ સામે ઊલ્ટી પરિસ્થિતિનું નિર્માણ થયું. એક સમયનો હસમુખ, મિલનસાર અને પ્રેમાળ કેવલ આજે પોતે એકલો પડી ગયો હોવાની ભિતી સેવી રહ્યો છે. લોકોનાં અને મિત્રોનાં ટોળામાં ઘેરાયેલો રહેતો હોવા છતાં કેવલ પોતાનું કોઈ ન હોવાની કલ્પનામાં ધીરે-ધીરે પોતાની માનસિક સ્થિતિ પરનો કાબૂ ગુમાવી રહ્યો છે.

દરેક વ્યક્તિ, તેના વિચારો અને પરિસ્થિતિ એક સમાન નથી હોતી. અને તેથી કોઈ એક વ્યક્તિ અને તેના વિચારોનો તાળો મેળવતી વખતે આપણી સાથે સંકળાયેલા અન્ય લોકો અને તેમના વિચારોને સરખાવવા તદ્દન અયોગ્ય નિર્ણય છે. મારો આ મિત્ર ’અ’ કોઈ ચોક્કસ સ્થિતિમાં આ પગલું ભરે છે અને તેથી ’બ’ પણ એ પ્રકારની સ્થિતિમાં એવું જ વિચારશે એ વિચાર સંપૂર્ણપણે વ્યર્થ છે. એક જ વ્યક્તિની વિચારસરણી પણ જો બદલાઈ શકતી હોય ત્યારે બે અલગ-અલગ વ્યક્તિઓની વિચારસરણી એકસમાન હોવાની પરિકલ્પનાનો ખયાલ જ અવાંછનીય છેઐતિહાસિક અવશેષોની શોધમાં નીકળેલું પુરાતત્વવિદોનું એક જુથ મુંઝવણમાં ઘેરાયેલું હતું. એમની પાસે એ શોધ માટેનો નક્શો તો હતો પરંતુ એ અનેક ટુકડાઓમાં વિભાજીત થઈ ગયો હતો અને એ સ્થળ ક્યાં હશે એ કળવું અતિશય મૂશ્કેલ બની ચૂક્યું હતું. આ જુથની ખ્યાતિ એટલી વિશેષ હતી કે તેઓ જે ગામમાં જતાં ત્યાંનાં લોકો એમનો ખૂબ જ આદર-સત્કાર કરતા અને તેમને દરેક પ્રકારે સહાય કરવા તૈયાર થઈ જતાં. આ જ રીતે પોતાનાં પ્રવાસ દરમિયાન એક ગામમાં તેમને રાત રોકાવાનું થયું. વાળું કર્યા બાદ યજમાન અને મહેમાનો વાતો કરતા બેઠા હતા અને દરમિયાન નક્શાની ચર્ચા છેડાઈ. યજમાનનાં યુવાન પુત્રે એમને એ નકશાનાં ટુકડાં દેખાડવા માટે વિનંતી કરી. સંશોધકોએ વિચાર્યું કે લાંબા સમયનાં અનેક ધુરંધરોનાં અથાગ પ્રયત્નો છતાં આ નક્શાને જોડી શકાયો નથી તો આ લબરમુછીયો છોકરો શું કરી શકશે! પરંતુ યજમાનનું માન જાળવવાં એમણે એ હોંશીલા યુવાનના હાથમાં એ ટુકડાં પકડાવ્યાં. બધાનાં આશ્ચર્યની વચ્ચે થોડી જ વારમાં એ યુવાન જોડાયેલા નક્શા સાથે એ તમામની સામે હાજર થયો. જુથનાં નેતાએ એ યુવાનને આ અશક્ય લાગતું કામ કઈ રીતે શક્ય કરી બતાવ્યું એ વિશે પૃચ્છા કરી. એ યુવાને ખૂબ જ ભોળાભાવે કહ્યું કે એ પોતે આ નક્શા વિશે કશુ જાણતો ન હતો. એણે તો માત્ર નક્શાની પાછળની બાજુએ રહેલાં એક ચહેરાને જોડવાની કોશીષ કરી અને એમાં એ સફળ થયો. એ ચહેરો યોગ્ય રીતે ગોઠવાઈ એની પાછળના ભાગમાં રહેલો નક્શો પણ આપોઆપ પોતાનાં સ્થાન પર ગોઠવાઈ ગયો!

આ વાત, તમારી સામે રહેલી પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ છો એ બાબત પર ધ્યાન આપવાની પ્રેરણા આપે છે. દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. આપણી આસપાસનાં લોકો અને સંજોગો પણ એવા જ કંઈક હોય છે. એને મૂલવવાની આપણી દ્રષ્ટિ કેવી છે એનાં પર આગળની પરિસ્થિતિ કેવો આકાર લેશે એનો આધાર રહેલો છે. 

મા-બાપનાં એકમાત્ર પુત્ર, કેવલનાં લગ્ન ખૂબ જ ધામધૂમ સાથે થયાં હતાં. ઘરમાં આવેલી નવવધૂ કૃપાએ પણ અનેક અરમાનો સાથે નવજીવનની શરુઆત કરી હતી. કેવલનાં પિતા સરકારી અધિકારી તરિકે નિવૃત થયા હતાં અને કેવલ પણ એક મલ્ટી નેશનલ કંપનીમાં સારા પદ પર કામ કરતો હતો. ઘરમાં કોઈ ચિજની ખામી ન હતી. આદર્શ કહી શકાય એવા આ કુટુંબ પર આફતનાં ઓછાયા ત્યારે વરતાવા માંડ્યા જ્યારે એમનાં ઘરમાં કૃપાનાં પિયર પક્ષની દખલઅંદાજી વધી ગઈ. એમની ચઢામણીનેક કારણે કૃપાનાં વર્તનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું. કેવલ પોતનાં કામમાં વ્યસ્ત અને તેનાં પિતા અતિશય ધાર્મિક મનોવૃતિવાળા અને ખૂબ જ ભોળો સ્વભાવ ધરાવતાં વ્યક્તિ હોવાને લીધે એને અવગણ્યા કરતાં. પરંતુ હદ ત્યારે થઈ જ્યારે કૃપાનાં પિયરપક્ષનાં દૂરનાં સગાઓ આવીને કેવલનાં માતા-પિતાને કોઈ કારણસર ન બોલવાનાં વેણ બોલી ગયા. કૃપાનાં પિતા પણ એ સમયે ત્યાં હાજર હતાં તેઓ કશુ બોલી નહોતા રહ્યા. કેવલે એમને વચ્ચે બોલવા કહ્યું અને એમનાં સંબંધીઓને સમજાવવા કહ્યં પરંતુ તેઓ જાણે કોઈ ખાસ વિચાર સાથે જ આવ્યા હતા. એમણે કેવલનાં માતા-પિતાને કહ્યું કે, તેઓ બન્ને કૃપા અને કેવલને અલગ રહેવા દે. એમ થશે તો તેઓ શાંતિપૂર્વક જીવન વિતાવી શકશે. પોતાનાં ઊછેર વખતે કેવલનાં મા-બાપે વેઠેલા દુખ અને પરિશ્રમનો કેવલ સાક્ષી હતો. પોતાના સસરાની આ વાત એનાથી એ સહન ન થઈ અને એમને આગળ બોલતાં અટકાવ્યા અને સારા પણ સ્પષ્ટ શબ્દોમાં વધુ દખલ ન દેવા સમજાવી દીધું. પરંતુ હવે કૃપાનું વર્તન બદલાઈ રહ્યું હતું. વૃદ્ધ સાસુ-સસરાનું છાને ખૂણે કઈ રીતે અપમાન કરવું અને તેમને દુખ લાગે તેવું વર્તન કરવું એ જાણે નિત્યક્રમ બની ગયો હતો. એક હદ પછી સાસુએ બોલવાનું  શરુ કરી દીધું. ઘરમાં વધી રહેલા તણાવને લીધે કૃપા અને કેવલની વચ્ચેનાં અંગત સંબંધો પર અસર થઈ. કેવલ પોતાનું લગ્નજીવન બચાવવા માટેનાં શક્ય તમામ પ્રયાસો કરી ચૂક્યો છે. કૃપા ચોખ્ખા શબ્દોમાં જણાવતી ન હતી પરંતુ એનાં વર્તન પરથી એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે એને માત્ર કેવલ જોઈએ છે, એના મા-બાપ નહીં. કોઈ એક ખોટા પગલાને લીધે ભવિષ્ય કેવું બની શકે છે એ વિશે વિચારી શકતો કેવલ કોઈને છોડવા તૈયાર નથી. અને ઘરને એક તાંતણે બાંધી રાખવાનાં બધા જ પ્રયત્નો કરી રહ્યો છે. મા-બાપ અને કૃપા બન્ને સમજે છે કે અહીં કેવલની પરિસ્થિતિ ’સુડી વચ્ચે સોપારી’ જેવી થઈ ગઈ છે. પરંતુ એનો ઊકેલ કોઈની પાસે નથી. શિક્ષિત અને સમજદાર કેવલ પોતાનું અંગતજીવન બહાર પડે એ પણ ઈચ્છતો ન હતો અને મનમાં ઘૂંટાયા કરતો. 

અંતે કોઈ ઊપાય ન સૂઝ્યા બાદ એની એ વેદના એનાં એક અંગત મિત્ર કેવીન સમક્ષ ઠાલવવા પ્રયત્ન કર્યો. કેવલ એને પોતાનો આદર્શ ગણતો. કેવીન સમજુ પણ પૂર્વગ્રહથી પીડિત હતો. જુના કેસ પરથી આપવામાં આવતાં કોર્ટના ચૂકાદાઓની જેમ અન્ય કોઈનાં જીવનમાં ઘટેલી ઘટનાને આધારે એણે કેવલ પર જ દોષનો ટોપલો ઢોળી દીધો. કેવલ ઘણી અસમંજસ બાદ પોતાનાં મિત્ર કેવીન પાસે એ વાતની રજૂઆત કરી શક્યો હતો અને હવે જેની પાસેથી ઊકેલ નહી તો કંઈ નહી પણ આશ્વાસનનાં બે શબ્દોની ઈચ્છા રાખતા કેવલ સામે ઊલ્ટી પરિસ્થિતિનું નિર્માણ થયું. એક સમયનો હસમુખ, મિલનસાર અને પ્રેમાળ કેવલ આજે પોતે એકલો પડી ગયો હોવાની ભિતી સેવી રહ્યો છે. લોકોનાં અને મિત્રોનાં ટોળામાં ઘેરાયેલો રહેતો હોવા છતાં કેવલ પોતાનું કોઈ ન હોવાની કલ્પનામાં ધીરે-ધીરે પોતાની માનસિક સ્થિતિ પરનો કાબૂ ગુમાવી રહ્યો છે.

દરેક વ્યક્તિ, તેના વિચારો અને પરિસ્થિતિ એક સમાન નથી હોતી. અને તેથી કોઈ એક વ્યક્તિ અને તેના વિચારોનો તાળો મેળવતી વખતે આપણી સાથે સંકળાયેલા અન્ય લોકો અને તેમના વિચારોને સરખાવવા તદ્દન અયોગ્ય નિર્ણય છે. મારો આ મિત્ર ’અ’ કોઈ ચોક્કસ સ્થિતિમાં આ પગલું ભરે છે અને તેથી ’બ’ પણ એ પ્રકારની સ્થિતિમાં એવું જ વિચારશે એ વિચાર સંપૂર્ણપણે વ્યર્થ છે. એક જ વ્યક્તિની વિચારસરણી પણ જો બદલાઈ શકતી હોય ત્યારે બે અલગ-અલગ વ્યક્તિઓની વિચારસરણી એકસમાન હોવાની પરિકલ્પનાનો ખયાલ જ અવાંછનીય છે. 

Kuldeep Laheru
History TV18

No comments: