Wednesday, April 24, 2013

કેનિબલીઝમ-માનવ ભક્ષણ (Cannibalism)





ઈતિહાસમાં ડોકિયું કરીએ તો ખોરાક માટે મનુષ્ય જીવહત્યા કરતો આવ્યો છે. પરંતુ પેટની આગ ઓલવવા માટેની હત્યા બીજા માનવની હોય તો? બીજા શબ્દોમાં કહીએ તો માનવભક્ષણ દ્વારા ભૂખ ભાંગવી! વિચાર કાળજું કંપાવનારો છે. પરંતુ મને-કમને સંજોગોનો શિકાર થઈને માનવભક્ષી બનવું પડ્યું હોય એવા લોકોની વાત "હિસ્ટ્રી ટીવી ૧૮" પર "કેનિબલિઝમ-એક્સ્ટ્રીમ સર્વાઈવલ" નામનાં એક ખાસ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવી હતી.




ભારતમાં અઘોરી લોકો ખાસ વિધિ કરીને મૃત્યુ પામેલા લોકોના શબનો આહાર કરતા હોવાની વાતો ઘણીવાર ઊંડી ચર્ચા અને વિચારણાનું કારણ બનતી આવી છે. સામાન્ય સંજોગોમાં માનવી પોતાના જેવા બીજા માનવીને મારીને ખાઈ જવાની કલ્પના પણ કરી શકતો નથી. આમ કરવું માનવ પ્રકૃતિની વિરુદ્ધ છે. પરંતુ જીવન ટકાવી રાખવા માટે આવું પગલું ભરવું જરૂરી બની ગયું હોય એવા કિસ્સાઓ પણ નોંધાયેલા છે. "કસ્ટમ ઓફ સી" તરીકે ઓળખાતી એક પરંપરામાં વાતનો ઊલ્લેખ કરાયો છે. દરિયાઈ પ્રવાસે નીકળેલા નાવિકો મધદરિયે અટવાઈ જાય. સાથે લીધેલો ખોરાકનો જથ્થો પણ ખૂટી જાય. જીવન બચાવવાની અન્ય કોઈ શક્યતા દેખાઈ રહી હોય ત્યારે તમામ લોકો મૃત્યુ પામે માટે કોઈ એકનું મૃત્યુ અને તેના માંસ દ્વારા બીજાઓનો જીવ બચાવવાની વાતનો સંદર્ભ ટાંકવામાં આવ્યો છે.

૧૮૨૦ના દાયકાની શરુઆતમાં ગ્રેટ બ્રીટનનાં કારાગૃહો નાના-મોટા ખીસ્સાકાતરૂઓથી માંડીને ખૂંખાર હત્યારાઓથી ઊભરાઈ રહી હતી. આવા ગુનેગારોમાથી અધમ અપરાધીઓને સામાન્ય જનજીવનથી ખૂબ દૂર, ઓસ્ટ્રેલિયા ખાતેનાં તસ્માનિયા ટાપુનાં મેક્વાયર હાર્બર પર મોકલી સમાજ અને સંસ્કૃતિથી તદ્દન વિખૂટા પાડી દેવામાં આવતા. ખૂંખાર અપરાધીઓ ત્યાં રહીને જીવતા રહેવાને બદલે ફાંસીને માંચડે ચડવું પસંદ કરતાં. નિયમનો ભંગ કરનારને એક સજા હતી, કૃરતાપૂર્વકના ચાબુકનાં ફટકાં. ૧૮૨૨નાં સપ્ટેમ્બર મહિનામાં આઠ અપરાધીઓને અસહ્ય સજા ફટકારવામાં આવી. અંતે તેઓની સહનશક્તિનો અંત આવ્યો ત્યારે તેઓ કોઈ રીતે નજર ચૂકાવી પોતે પહેરેલા એક જોડ કપડાં અને કોઈપણ સમયે પૂરો થઈ જાય એટલા ખોરાક સાથે ભાગી છૂટ્યાં. યોજના મૂજબ તેમણે ચોરેલી બોટ દ્વારા દરિયા પાર કરવાનો હતો. પરંતુ એમના કારસો પર પાણી ફરી વળ્યું. સત્તાધિકારીઓને જાણ થતાં તેમણે કેદીઓ દરિયાઈમાર્ગે ભાગી શકે પ્રકારની વ્યવસ્થા કરી. હવે નાસી છૂટેલા કેદીઓ પાસે જમીનમાર્ગ એકમાત્ર વિકલ્પ બચ્યો હતો.

ભાગેડુ કેદીઓ હવે એક ઊજ્જડ અને વેરાન સ્થળમાં ધકેલાઈ ચૂક્યાં હતાં. તેઓ શક્ય એટલી ઝડપથી તસ્માનિયાનાં વસવાટ યોગ્ય સ્થળ પર પહોંચી જવા માગતા હતા. પણ માટે તેમણે પાર કરવાનાં હતા ૯૬ કિલોમીટર. તસ્માનિયાના વિસ્તારની સૌથી મોટી સમસ્યા છે કે ત્યાં ખોરાક મળવો અશક્ય છે. ઊજ્જડ વિસ્તારમાં સંઘર્ષ કરતાં-કરતાં ભાગેડું કેદીઓમાંનોં રોબર્ટ ગ્રીનહીલ નામનો અપરાધી તેમનો લીડર બની ચૂક્યો હતો. ખોરાકનો જથ્થો સમાપ્ત થઈ ગયો હતો. પ્રવાસના આઠમાં દિવસ સુધીમાં તો ભોજનનાં અભાવે તેઓ ખૂબ અશક્ત થઈ ગયા હતા. બચી હતી તો એક માત્ર કુહાડી, જે તેમણે ભાગતી વખતે પોતાની સાથે લઈ લીધી હતી. તેમાંનું કોઈ જાણતું હતું કે કુહાડી તેમનાં જીવન માટે ખતરો બનવાની હતી. અંદરોઅંદર ફૂટ પડવી શરુ થઈ ચૂકી હતી. તેઓ બે દળમાં વહેંચાઈ ગયા. લીડર ગ્રીનહીલ અને તેના મિત્ર ટ્રેવર્સ સાથે મળીને બોડેન્હમ, મેધર્સ અને પીયર્સનું એક ગૃપ અને ડોલ્ટન, કેનર્લી અને બ્રાઊનનું બીજું પ્રમાણમાં નબળું અને અશક્ત ગૃપ.

આવા સંજોગોમાં ગ્રીનહીલે "કસ્ટમ્સ ઓફ સી" ની પરંપરાનો સુજાવ આપ્યો. તેણે કહ્યું કે ડ્રો કરીને તેમાં જે હારશે તેની હત્યા કરીને તેનો ખોરાક બનાવવો. તેનું કહેવું હતું કે કોઈ એકનું બલિદાન જરૂરી છે જેથી બાકીનાં લોકો જીવી શકે. ગ્રીનહીલનાં કેમ્પનાં લોકો તૈયાર થઈ ગયા પરંતુ ડ્રો ને બદલે તેમણે તટસ્થ રહીને શિકારની પસંદગી કરી લીધી હતી. હતો બીજા ગૃપનો ડોલ્ટન. ગ્રીનહીલે કુહાડીનાં એક ઘા સાથે ડોલ્ટનના માથાનાં કટકા કરી નાખ્યા. ગ્રીનહીલ અને ટ્રેવર્સે માંસથી પોતાની ભૂખ સંતોષી. ભૂખે મરી રહેલાં તમામ લોકો માટે પરિસ્થિતિ ખૂબ અઘરી હતી. બીજી સવારે ભૂખની પિડાએ બાકીનાં લોકોના ડર કે સંશયને તોડી નાખ્યા અને તેમણે પણ પોતાનું પેટ ભર્યું. ત્યારબાદ તેમણે બાકી બચેલા માંસની વહેંચણી કરી. ડોલ્ટનની હત્યા બાદ બીજા ગૃપનાં બ્રાઊન અને કેનર્લીએ બચવા માટે ત્યાંથી ભાગી છૂટવાની યોજના બનાવી હતી. કુહાડીનો ઘા સહન કરવાને બદલે તેમણે મેક્વાયર હાર્બરની કૃર અને યાતના ભરેલી જીંદગી પસંદ કરી. તેઓ ધીમે-ધીમે છૂટા પડીને પાછાં ફર્યા.

બાકીનાં પાંચ અપરાધીઓ વસાહતી વિસ્તાર તરફ આગળ વધી રહ્યાં હતાં. હવે તેઓ જીવન-મરણની અત્યંત જોખમી રમતમાં પ્રવેશ કરી ચૂક્યાં હતાં. ગ્રીનહીલે કુહાડી પોતાના હાથમાં રાખીને પોતાની સત્તા ટકાવી રાખી હતી. ડોલ્ટનનું માંસ પણ પૂરું થઈ ગયું. ત્યારબાદ કરવામાં આવેલા ડ્રોમાં કમનસીબ શિકાર હતો બોડેન્હમ. તેની કૃરપણે કતલ કરી જીવિત રહેલા લોકોએ નું માંસ આરોગ્યું. હવે તેઓ, ગ્રીનહીલ-ટ્રેવર્સ અને મેધર્સ-પીયર્સ એમ બે જૂથમાં વહેંચાઈ ગયા હતા. પરંતુ પીયર્સ શક્તિશાળીને ઓળખી ગયો હતો. તે ગ્રીનહીલ અને ટ્રેવર્સ સાથે જોડાઈ ગયો. આથી આગલો શિકાર બન્યો મેધર્સ .

હવે માત્ર ત્રણ જણ બચ્યા હતાં, બે મિત્રો ગ્રીનહીલ-ટ્રેવર્સ અને એક બહારની વ્યક્તિ, એલેક્ઝાંડર પીયર્સ. જાણતો હતો કે ગ્રીનહીલ અને ટ્રેવર્સ મિત્રો હોવાને લીધે હવે પછીનો શિકાર પોતે બનવાનો છે. પરંતુ એનું નસિબ જોર કરતું હતું. ટ્રેવર્સેથી અજાણતાં એક ખોટું પગલું ભરાઈ ગયું અને તેને એક ઝેરી સાપ ડંખી ગયો. ગ્રીનહીલ ટ્રેવર્સને છોડવા નહોતો માગતો. બન્ને જણ એને ટેકો આપીને આગળ વધી રહ્યા હતા. પરંતુ ખોરાકનાં અભાવે રીતે લાંબે સુધી આગળ વધવું અસંભવ હતું. ટ્રેવર્સને ગેંગરીન થવું શરુ થઈ ચૂક્યું હતું. તેથી એણે કહ્યું કે મને મારી નાખો. તેમણે એમ કર્યું અને હવે બચ્યાં હતાં માત્ર બે લોકો, ગ્રીનહીલ અને પીયર્સ. ટ્રેવર્સનાં માંસનાં સહારે તેઓ આગળ વધવા લાગ્યા. એક રસપ્રદ પણ ભયાનક પ્રશ્ન બન્નેના મનમાં સળવળી રહ્યો હતો, હવે શું થશે. બન્ને એકબીજાને ભરોસો આપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે હવે તેઓ વસાહતની ખૂબ નજીક પહોંચી ગયા છે. અને એકબીજાને ઈજા નહીં પહોંચાડીએ. પણ બન્નેમાંથી કોઈને એકબીજા પર વિશ્વાસ હતો.

સવાલ હતો કે કોણ કેટલી હદ સુધી જાગી શકે છે. લગભગ ત્રણ-ચાર દિવસ તેઓ સતત જાગતાં રહ્યાં. કોની આંખ મિચાય અને કોણ કોનું ધડ અલગ કરી દે. અંતે ગ્રીનહીલ ટકી શક્યો. ઊંઘને કારણે કુહાડી હાથમાંથી સરકી ગઈ અને પીયર્સે તે છીનવીને એનાં માથાની આરપાર કરી નાખી. તાજા માંસનાં સહારે એકમાત્ર બચેલો પીયર્સ વધુ એક અઠવાડિયું કાઢી શક્યો. ભાગી છૂટ્યાનાં અંદાજે પચાસેક દિવસ પછી છેવટે તે માનવ વસવાટમાં પહોંચી ગયો. પરંતુ અહીં તે લાંબો સમય સ્વતંત્રતાનો સ્વાદ ચાખી શક્યો. સત્તાધીશોને તેની માનવભક્ષણની વાત પર વિશ્વાસ બેઠો. તેમની ધારણા હતી કે પીયર્સનાં સાથીદારો કોઈ જગ્યાએ ઝાડી-ઝાખરાંમાં છૂપાઈને જીવી રહ્યા છે, અને છૂટકારો મેળવવા કાલ્પનિક વાત ફેલાવી રહ્યા છે. પીયર્સને ફરી મેક્વાયર હાર્બર મોકલી દેવામાં આવ્યો. અહીં તેનું સ્વાગત ખૂબ સારુ રહ્યું. અધિકારીઓ તરફથી નહીં પરંતુ અન્ય અપરાધીઓ તરફથી. જાણે તેમનો હીરો બની ચૂક્યો હતો. ખાસ કરીને એક યુવાન, થોમસ કોક્સ માટે. થોમસ ત્યાંથી ભાગી છૂટવા માટે તેની મદદ લેવા માગતો હતો. તેનું કહેવું હતું કે તેની પાસે એવા ઘણાં સાધનો છે જે ત્યાંથી નીકળવાં માટે ઊપયોગી હોય. પીયર્સના અનેકવારનાં ઇન્કાર પછી પણ થોમસનું ભાગી છૂટવાનું દબાણ વધી રહ્યું હતું. અંતે પીયર્સ ફરી ભાગી છૂટવા માટે રાજી થઈ ગયો અને બન્ને ગૃપમાંથી છટકીને જંગલનાં રસ્તે નીકળી પડ્યાં. પાંચેક દિવસનાં પ્રવાસ બાદ તેઓ વિશાળ નદી પાસે પહોંચ્યાં. અહીં પહોંચ્યા બાદ થોમસે પોતાને તરતાં નહીં આવડતું હોવાની વાત જણાવી. હવે તેમની પાસે માત્ર બે વિકલ્પો હતાં. પાછા ફરી જવું અને ચાબૂકનાં સણસણતાં ફટકાં ખાવા અથવા તો ફરીથી જમીનમાર્ગ પસંદ કરવો, જે અશક્ય હતું.

નિરાશાની ચરમસીમા પર ઊભેલા પીયર્સનાં હાથે થોમસનો ભોગ લીધો. હવે પણ પીયર્સના પેટની આગ સંતોષવા માટેનો ખોરાક બની ગયો હતો. બચેલા માંસ સાથે તે આગળ વધ્યો. બે-એક દિવસ વિત્યા બાદ તેની આસપાસની ભયાનક એકલતા તેને પ્રાયશ્ચિત તરફ દોરી ગઈ. હવે પસ્તાવો તેનો જીવ લઈ રહ્યો હતો. તે ફસડાઈ પડ્યો અને તેણે આત્મ સમર્પણ કર્યું. આત્મા પરનો બોજ હળવો કરવા માટે તેણે આદમખોર હોવાની કબૂલાત કરી. નિ:શંકપણે તેને હત્યા બદલ દોષી જાહેર કરવામાં આવ્યો. હવે તે ધર્મનો આશરો શોધવા લાગ્યો પરંતુ જાણતો હતો કે પશ્ચાતાપ માટે તેની પાસે હવે લાંબું જીવન હતું. એલેક્ઝાંડર પીયર્સ, એક ભૂખ્યો અપરાધી, જે માનવમાંસનો આદિ થઈ ચૂક્યો હતો તેણે આખરે ૧૮૨૪ની ૧૯મી જુલાઈનાં રોજ ફાંસીને માંચડે ચડીને પોતાની યાત્રા પૂરી કરી.




Tuesday, January 8, 2013

'મને' શોધતો 'હું'...


હા, હું સકારાત્મક વિચારો કરવાની તરફેણમાં છું. હું માનું છું કે જેવું વિચારીએ એવું થાય. સારા વિચારોનું ફળ સારું અને નબળાં વિચારોનું ફળ નબળું જ મળવાનું. પરંતુ કેટલીક વાસ્તવિકતાને અવગણવી અશક્ય જ નહીં અસંભવ પણ છે. લોકો ભલે ગમે તેટલી સિદ્ધીઓ, સુખ-સાહ્યબી, આરામ અને મોજ-મસ્તીની વાતો કરતાં હોય પરંતુ એ બધાની સાથે-સાથે જો કોઈને કંઈક ’મિસ’ થઈ રહ્યાંની લાગણી ન થતી હોય તો એ વાત સાથે હું અસહમત છું. અઢળક દ્વિધાઓ, ચિંતાઓ, સમસ્યાઓથી ઘેરાયેલો અને એના ઊકેલની શોધમાં ફાંફાં મારતા માણસ પાસે ’કણસવા’ માટેની યોગ્ય જગ્યા પણ ક્યાં છે? કહે છે કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. વાત સો ટચનાં સોના જેવી છે અને એ જ વાતે મને થોડા નકારાત્મક પાસાઓનો સાક્ષાત્કાર કરાવ્યો અને દુર્ભાગ્ય એ વાતનું છે કે આજે મહદ અંશે એ જ માનવીની ઓળખ બની ગઈ છે.
     મેળવ્યું તો ઘણું છે પણ એની સામે ગુમાવ્યું છે એનાથી અનેકગણું વધારે. લોકોનાં ઘર તો વધુ મોટા અને સુખ સગવડભર્યા થયાં છે પણ કુટુંબ નાનું થઈ ગયું છે. મા-બાપ ક્યાં તો અલગ રહેતાં હોય અને ક્યાં તો વૃદ્ધાશ્રમની ’શોભા’ વધારતાં થઈ ગયાં છે. મા-બાપ પાસે કિટી પાર્ટીઓ કે ઓફિશિયલ મીટિંગ્સમાં હાજર રહેવા માટે પૂરતો સમય છે પણ પોતાનાં સંતાનો સામે લાગણીથી જોવાનો સમય નથી. મકાનો વધુને વધુ મજબૂત થઈ રહ્યાં છે પણ ઘરો એટલી જ સરળતાથી ભાંગી રહ્યાં છે. ચહેરા પરનો મેકઓવર વોટરપ્રૂફ થઈ ગયો છે પણ ભવોભવ ન તૂટે એવા સંબંધોનો મેકઓવર સાંપની કાંચળીની માફક કોઈપણ સમયે ઊતરી જાય એવો થઈ ગયો છે. ભણતરનું સ્તર વધવાની સાથે સુધર્યું પણ છે પરંતુ ગણતરનીં દ્રષ્ટિએ શૂન્યતા ભણીની દોટમાં વધુને વધુ લોકો સામેલ થઈ રહ્યાં છે. લોકો કોઈ પણ બાબતની લાંબે ગાળે શું અસર થશે એ વિચાર્યા વિના માત્ર ક્ષણિક અને ટૂંકા ફાયદાઓ સુધી જ નજર માંડી રહ્યાં છે. અમૂલ્ય લાગણીઓની કિંમત અંકાઈ રહી છે. ચોરેને ચૌટે પ્રેમની વાતો તો વધી ગઈ છે પણ પ્રેમ ઘટી ગયો છે. પોતાના પ્રિયપાત્રનાં હાથમાં જ પહોંચશે કે નહીં એ શંકા સાથે મોકલાતા પ્રેમપત્રોને સ્થાને મોબાઈલમાં એસએમએસ અને ઈન્ટરનેટ પર ઈમેઈલે પ્રેમનો વિસ્તાર વૈશ્વિક અને અતિશય વેગીલો કરી દીધો છે પણ માનવીનું ટચૂકડું હ્રદય તો પ્રેમની વ્યાખ્યા જ ભૂલી ગયું છે. માનવીનાં મનની સાચી લાગણીઓ સમજવાને બદલે ખોટા શબ્દો પરની આસ્થા વધી રહી છે. ખરી લાગણી ખોટી પૂરવાર થાય છે અને દોડી-ભાગીને કોઈ સેવા કે મદદ કરે તો ક્યાં તો એમ કરવા પાછળ એનો કોઈ સ્વાર્થ હશે એવી ધારણા બંધાય છે કે પછી એની ગણતરી મૂર્ખ વ્યક્તિમાં થાય છે. વૈધકિય સારવાર, દવાઓ વિગેરે ક્ષેત્રે ખૂબ જ વિકાસ થયો છે પણ લોકોનું આરોગ્ય એટલું જ કથળી રહ્યું છે તથા શરીર અને મન નબળાં થઈ રહ્યાં છે. માનવી ચંદ્ર સુધી જઈ આવ્યો છે, ત્યાં વસવાનાં સપનાઓ પણ જોઈ રહ્યો છે પરંતુ પોતાના પાડોશીને ઓળખવાનો પ્રયત્ન તો શું વિચાર પણ વિસરાઈ ગયો છે. આવકમાં વધારો થયો છે પરંતુ માનસિક શાંતિ હણાઈ ગઈ છે. બુદ્ધિપ્રતિભા વધી છે પણ લાગણીઓ ઘટી રહી છે. બીજાનું જોઈને આપણાં ઘરમાં એલસીડી, એ.સી. અને ફોર વ્હિલર તો આવ્યા છે પણ લોકોની દેખાદેખીમાં આપણો સ્વભાવ પૂર્ણતાને બદલે અભાવ તરફ ફંટાઈ રહ્યો છે. આપણે આપણી પોતાની પ્રકૃતિ, જે ખરેખર પ્રેમ અને આનંદની સર્જક છે, એને ભૂલી જઈને મિથ્યાભિમાન, ક્રોધ અને લાલચ જેવા માનવશત્રુ સાથે હાથ મિલાવી રહ્યાં છીએ. જ્ઞાનમાં વધારો થયો છે પણ એ જ્ઞાનનો ક્યાં, ક્યારે ઊપયોગ કરવો એ વિવેક વિલય પામ્યો છે. દૂર્યોધનની માફક પોતે ખોટા હોવાની સમજ હોવા છતાં હાર સ્વિકારવાની તૈયારીનો અભાવ અથવા તો અસત્યનું વળગણ છોડવા માટેની અસમર્થતા વૃદ્ધિ પામી રહી છે. હ્રદય-મન અકળાવી મૂકનારાં વિચારોમાં છેલ્લે... માનવોની સંખ્યામાં તો વધારો થયો છે પણ માનવીની માનવતા ઝાંઝવાનાં જળ સમાન થઈ ગઈ છે. ઈશ્વર પાસે એ જ પ્રાર્થના કે તેઓ આ ખાલીપાને ભરે, જે સર્વત્ર વ્યાપ્ત છે...

Saturday, November 10, 2012

Warren Buffet Says...


In Guajrat, India we celebrate festival of Diwali (Dipavali) as a new year. 31st December also is not far away. On the eve of festivities Warren Edward Buffet, an American business magnate, investor, and philanthropist has a few advice about financial health for us.

Warren Bhai Uvaach:

We begin this New Year with dampened enthusiasm and dented optimism. Our happiness is diluted and our peace is threatened by the financial illness that has infected our families, organizations and nations.

Everyone is desperate to find a remedy that will cure their financial illness and help them recover their financial health. They expect the financial experts to provide them with remedies, forgetting the fact that it is these experts who created this financial mess.

Every new year, I adopt a couple of old maxims as my beacons to guide my future. This self-prescribed therapy has ensured that with each passing year, I grow wiser and not older. This year, I invite you to tap into the financial wisdom of our elders along with me, and become financially wiser.

* Hard work: All hard work bring a profit, but mere talk leads only to poverty.

* Laziness: A sleeping lobster is carried away by the water current.

* Earnings: Never depend on a single source of income. [At least make your Investments get you second earning]

* Spending: If you buy things you don't need, you'll soon sell things you need.

* Savings: Don't save what is left after spending; Spend what is left after saving.

* Borrowings: The borrower becomes the lender's slave.

* Accounting: It's no use carrying an umbrella, if your shoes are leaking.

* Auditing: Beware of little expenses; A small leak can sink a large ship.

* Risk-taking: Never test the depth of the river with both feet. [Have an alternate plan ready]

* Investment: Don't put all your eggs in one basket.

I'm certain that those who have already been practicing these principles remain financially healthy. I'm equally confident that those who resolve to start practicing these principles will quickly regain their financial health.

Let us become wiser and lead a happy, healthy, prosperous and peaceful life.